ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા લેવામાં આવનાર છે પરીક્ષાની તૈયારીઓ અત્‍યારે અંતિમ તબકકામાં છે ત્‍યારે ધોરણ-૧૦ અને ૧૨ની પ્રિલીમનરી પરીક્ષાનું આયોજન જાન્‍યુઆરી મહીનાના છેલ્લા વીકમાં કરવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા તમામ શાળાઓને સુચના આપવામાં આવી છે પ્રાપ્‍ત થતી માહીતી મુજબ ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાને આડે હવે માંડ ત્રણ મહીના જેટલો સમય બચ્‍યો છે ત્‍યારે ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જો કે આ પરીક્ષા પહેલાની તમામ કાર્યવાહી સમયસર પૂરી કરી દેવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા રાજયની તમામ શાળાઓને સુચના આપવામાં આવી છે જે અંર્તાત દરેક શાળાઓએ ધોરણ-૧૦ અને ૧૨ ની પ્રિલીમરી પરીક્ષાનું આયોજન જાન્‍યુઆરી મહીનાના અંતિમ સપ્‍તાહમાં કરવાનું રહેશે આ પ્રલીમરી પરીક્ષા પૂર્ણ કર્યા બાદ ફેબુઆરી મહીનામાં પહેલા અઠવાડીયામાં કોમ્‍પ્‍યુટર, પીટી, સંગીત જેવા ફરજીયાત વિષયો પરીક્ષા શાળા કક્ષાએ યોજકને તેમાં વિદ્યાર્થીઓએ મેળવેલા માર્ક  સાથેનો રિપોર્ટ શિક્ષણ  બોર્ડમાં જમા કરાવવાનો રહેશે શાળાઓ દ્વારા ફરજીયાત વિષયનાં માર્કનો જે રીપોર્ટ શિક્ષણ બોર્ડમાં મોકલવામાં આવશે તે માર્ક વિદ્યાર્થીની ફાઈનલ માર્કશીટમાં નોંધવામાં આવશે ઉલ્લેખનીય છે કે નવી પધ્‍ધતી મુજબ  શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ૧૨માં માત્ર મુખ્‍ય વિષયો નીજ પરીક્ષા લેવામાં આવે છે જ્‍યારે ફરજીયાત વિષયોની પરીક્ષા શાળા કક્ષાએજ યોજવાની હોય છે જેનાં માર્કસ બોર્ડને મોકલી આપવાના હોય છે શિક્ષણબોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવતા વિદ્યાર્થી ફાઈનલ માર્કસીટમાં એક કરીને માર્કસીટ તૈયાર કરવામાં આવે છે.