અમદાવાદની તમામ શાળાઓમાં CCTV રાખવા DEOનો આદેશ વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખી રેકોર્ડિંગ કરવાનું રહેશે ઃ બોર્ડની પરીક્ષા અમદાવાદની તમામ શાળાઓમાં CCTV રાખવા DEOનો આદેશ વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખી રેકોર્ડિંગ કરવાનું રહેશે ઃ બોર્ડની પરીક્ષા અમદાવાદ, અમદાવાદની તમામ માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં CCTVની વ્યવસ્થા ઉભી કરવાનો આદેશ ડીઇઓ દ્વારા અપાયો છે. બોર્ડની ધો. ૧૦-૧૨ની જાહેર પરીક્ષાને ધ્યાનમાં રાખીને આ સુવિધા જરૃરી છે. તેમજ વિદ્યાર્થીઓની સલામતીને નજરમાં રાખીને તેનું રેકોર્ડીંગ પણ કરવાનું રહેશે. જો નાણાંકીય સગવડ ન હોય તો જનભાગીદારીથી અથવા દાતાઓ મેળવીને પણ CCTV કેમેરાઓ મૂકવાની તાકીદ કરાઈ છે. ડીઇઓએ તમામ સંચાલકોને જણાવ્યું છે કે વર્તમાન સમયમાં CCTV આવશ્ય બની ગયું છે. શાળામાં ભણતા અને ફરજ પર આવતા શિક્ષકો-કર્મચારીઓની સલામતીને પ્રાધાન્ય આપવું જરૃરી છે. શાળામાં પરીક્ષા દરમિયાન અને નિયમિત બાળકોનાં પ્રવેશ પછીથી તેમનાં છૂટવાનાં સમય સુધીનું તનામ રેકોર્ડિંગ કરવું પડશે. તેને સાચવવું પણ પડશે. ગુજરાત શિક્ષણ બોર્ડની ધો. ૧૦-૧૨ની પરીક્ષાઓ માર્ચથી શરૃ થવાની હોઇ, બોર્ડે પણ તમામ પરીક્ષા કેન્દ્રોમાં CCTV કેમેરાની વ્યવસ્થા કરવાની તાકીદ કરેલી છે જ. જેથી ગેરરીતિ કે ચોરીના કિસ્સા ન બને અને હોંશિયાર વિદ્યાર્થીઓને અન્યાય ન થાય. ઘણી શાળાઓ એવી છે કે તેમને આવો ખર્ચ પોષાય તેવો નથી. આથી આવી શાળાઓ જનભાગીદારીથી અથવા તો દાન મેળવીને પણ CCTV મુકાવી શકે છે. આ અગાઉ કેન્દ્રના ગૃહવિભાગ, શિક્ષણ વિભાગ, સ્કૂલ કમિશનર તથા બોર્ડનાં ચેરમેન દ્વારા પણ તમામ શાળાઓમાં CCTV કેમેરા મુકવા માટેનાં પરિપત્રો કર્યા હતા. હવે પરીક્ષા નજીક છે ત્યારે ડીઇઓએ પરીપત્ર કર્યો છે. જેથી જે શાળા પાસે CCTV ની વ્યવસ્થા નથી તેઓને આ સુવિધા ઝડપથી ઉભી કરવાની રહેશે.