JEE APEX BOARD SECRETARIAT
 
JOINT ENTRANCE EXAMINATION (MAIN)-2015
 
Score of Paper I clik here




Joint Entrance Examination (Main) - 2015 clik here

 

 

જેઈઈ-મેઈન પરીક્ષા માટેનું પરીણામ જાહેર કરી દેવાયું
ગયા વર્ષ કરતાં નીચુ પરીણામ જાહેર કરાયું :ગુજરાતમાંથી ૭ હજાર વિદ્યાર્થી ફાઈનલ માટે ક્‍વોલીફાઈ
   અમદાવાદ, તા.૨૭,સેન્‍ટ્રલ બોર્ડ ઓફ સેકન્‍ડરી એજ્‍યુકેશન દ્વારા લેવામાં આવેલ જેઈઈ-મેઈનની પરીક્ષાનું પરીણામ જાહેર કરી દેવામાં આવ્‍યું છે જેમાં જનરલ કેટેગરીમાં કટઓફ ૧૫ માકર્સ, ઓબીસી ૭૦ માકર્સ, એસસીમાં ૫૦ માકર્સ અને એસટીમાં ૫૦ માકર્સ રહ્યુ છે. સૌથી વધુ બિહારના વિદ્યાર્થીઓ ઉતર્ણ થવામાં સફળ રહ્યા છે. ગુજરાતમાંથી પણ ૭ હજારથી વધુ વિદ્યાર્થીઓ જેઈઈ-ફાઈનલ માટે કવોલીફાઈ કરવામાં સફળ રહ્યા છે. પ્રાપ્ત થતી માહીતી મુજબ સેન્‍ટ્રલ બોર્ડ ઓફ સેકેન્‍ડરી એજ્‍યુકેશન દ્વારા ચાર એપ્રિલનાં રોજ જેઈઈ-મેઈનની પરીક્ષા લેવામાં આવી હતી. દેશની આઈઆઈટી અને એન્‍જિન્‍યરીંગ સંસ્‍થાઓમાં પ્રવેશ માટે ફરજીયાત એવી જેઈઈ-મેઈનની પરીક્ષામાં દેશભરમાંથી ૧૩.૫૬ લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી ૧.૫૦ લાખ વિદ્યાર્થીઓને જેઈઈ-મેઈનની પરીક્ષા માટે ફાઈનલ કરી લેવામાં આવ્‍યા છે. જેમાં આ વર્ષે ગત વર્ષની તુલનામાં નીચુ પરીણામ રહ્યું છે. આ વખતે જનરલમાં કટઓફ ૧૦૫ માકર્સ અટક્‍યુ છે. જ્‍યારે ઓબીસીમાં ૭૦, એસસીમાં ૫૦ અને એસટીમાં ૪૦, માકર્સે કટઓફ અટક્‍યુ છે. હવે બીજી મેનાં રોજ જેઈઈ-એડવાન્‍સ પરીક્ષા માટે રજીસ્‍ટ્રેશન કરાવી શકાશે. જે પ્રકિયા ૭ મે સુધી ચાલશે ત્‍યાર બાદ ૨૪ મેના રોજ જેઈઈ-એડવાન્‍સની પરીક્ષા લેવામાં આવશે ૮ જૂનનાં રોજ પરીક્ષા લેવામાં આવશે. ૮ જૂનનાં રોજ પરીક્ષાની આન્‍સર કી જાહેર કરાશે. તેમજ ૧૮ જુનનાં રોજ પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવશે. આ વર્ષે ફાઈનલ કટઓફ લીસ્‍ટ ૭ જુલાઈના રોજ જાહેર કરવામાં આવનાર છે. જેના આધારે વિદ્યાર્થીઓને ટોચની આઈઆઈટી અને એન્‍જિન્‍યરીંગ કોલેજોમાં પ્રવેશ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતની એન્‍જિન્‍યરીંગ કોલેજોમાં પ્રવેશ માટે જેઈઈ-મેઈન્‍સની પરીક્ષા પાસ કરવી ફરજીયાત છે. 
   જેઈઈ-મેઈનનું લીસ્‍ટ...
         
   
                                                                                                                                   
   
   કેટેગરી
   
   ચાલુ વર્ષ
   
   ૨૦૧૪
   
   ૨૦૧૩
   
   જનરલ
   
   ૧૦૫
   
   ૧૧૫
   
   ૧૧૩
   
   ઓબીસી
   
   ૭૦
   
   ૭૪
   
   ૭૦
   
   એસસી
   
   ૫૦
   
   ૫૩
   
   ૫૦
   
   એસટી
   
   ૪૪
   
   ૪૭
   
   ૪૫