મોડેલ સ્કૂલનો હેતુ નહીં ફળે!
|
~65.77 લાખનો વધારાનો બોજો
મોડેલ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી માધ્યમિકમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ મધ્યાહન ભોજનની જોગવાઈ છે. વર્ગદીઠ ૪૦ વિદ્યાર્થીઓ હતા ત્યારે ધોરણ-૯ના ૪૦ વિદ્યાર્થીઓ પ્રમાણે ૨૯૨૦ વિદ્યાર્થીઓ પાછળ રૂ. ૮૬ લાખ જેટલો મધ્યાહન ભોજનનો ખર્ચ થતો હતો અને નાસ્તા તથા અન્ય જ્યૂસ પાછળ રૂ. ૧૭૪ લાખ જેટલા મળી કુલ રૂ. ૨૬૦.૭૦ લાખનો ખર્ચ થતો હતો. જોકે હવે ધોરણ-૧૦માં મધ્યાહન ભોજન પેટે રૂ. ૧૦૮ લાખ અને નાસ્તો અને જ્યૂસ માટે રૂ. ૨૧૭ લાખ મળી કુલ રૂ. ૩૨૫.૮૭ લાખ જેટલો ખર્ચ થશે. એટલે કે રૂ. ૬૫.૧૭ લાખ જેટલો વધારાનો ખર્ચ થશે. ધો-7,10માં 1460 વિદ્યાર્થી વધશે રાજ્યમાં ૭૩ મોડેલ સ્કૂલમાં ધોરણ-૬ અને ધોરણ-૯માં ૪૦-૪૦ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. એટલે કે તમામ મોડેલ સ્કૂલમાં મળી કુલ ૫૮૪૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. હવે તેઓ ઉપલા વર્ગમાં આવતા તેમની સાથે વધુ ૧૪૬૦ વિદ્યાર્થીઓનો વધારો થશે. |
મોડેલ સ્કૂલોમાં વર્ગદીઠ ૪૦ના બદલે ૫૦ને પ્રવેશ અપાશે નવગુજરાત સમય > અમદાવાદ રાજ્યમાં ૭૩ જેટલી મોડલ સ્કૂલો શરૂ કરવામાં આવી છે, પરંતુ હવે આગામી વર્ષથી તેમાં વર્ગ દીઠ વિદ્યાર્થીઓની સંખ્યા ૪૦થી વધારી ૫૦ કરી દેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે તે માટેની જાહેરાતો કરાઈ હતી, પરંતુ હવે ધીમેધીમે મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારી અન્ય સ્કૂલો જેટલી જ સંખ્યા કરી દેવામાં આવશે તેમ લાગી રહ્યું છે. વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો કરાય તો મોડેલ સ્કૂલનો હેતુ સિધ્ધ થશે નહીં તેમ સૂત્રો જણાવી રહ્યા છે. ગતવર્ષે ધોરણ-૬ અને ૯માં વર્ગ દીઠ ૪૦-૪૦ વિદ્યાર્થીઓ હતા. જોકે હવે આ વર્ષે ધોરણ-૭ અને ૧૦માં વર્ગ દીઠ વિદ્યાર્થીઓની સંખ્યા વધારી ૫૦-૫૦ કરી દેવામાં આવી છે. રાજ્યમાં જુદાજુદા જિલ્લાઓમાં ૭૩ જેટલી મોડેલ સ્કૂલો શરૂ કરવામાં આવેલી છે. આ મોડેલ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે વર્ગ દીઠ ૪૦ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ વર્ષે ધોરણ-૬ અને ધોરણ-૯માં વર્ગ દીઠ ૪૦-૪૦ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. જોકે હવે આ વિદ્યાર્થીઓ પાસ થઈને ઉપલા ધોરણમાં આવ્યા છે ત્યારે મોડેલ સ્કૂલમાં વર્ગદીઠ વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો કરી દીધો હોવાનું જાણવા મળે છે. હવે ધોરણ-૭ અને ધોરણ-૧૦માં ૪૦-૪૦ના બદલે ૫૦-૫૦ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે. રાજ્યની સ્કૂલોમાં હાલમાં પણ વર્ગ દીઠ ૬૦-૬૦ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવે છે. જેથી મોડેલ સ્કૂલો શરૂ કરવામાં આવી ત્યારે તેમાં વર્ગ દીઠ ૪૦-૪૦ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાનું નક્કી કરાયું હતું. જોકે હવે વર્ગદીઠ સંખ્યા વધારીને ૫૦-૫૦ કરી દેવામાં આવતા મોડેલ સ્કૂલનો હેતુ સિધ્ધ નહીં તેમ શિક્ષણવિદોનું માનવું છે. |