B.Ed.માં પ્રવેશ માટે 8મીથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે
|
# બે વર્ષનો કોર્સ હોવાથી કોલેજોને ૫૦ વિદ્યાર્થી ફાળવાશે
# ૮૦-૨૦ના રેશિયા પ્રમાણે પ્રવેશના બદલે હવે ૫૦ જૂના અને ૫૦ નવા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે |
ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી બી.એડ. કોલેજોમાં પ્રવેશ માટે હવે આગામી
તા.૮મીથી કાર્યવાહી શરૂ કરવાનું નક્કી કરાયું છે. તા. ૮મીથી ૧૫મી સુધી પીન
નંબર મેળવીને ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. બી.એડ.નો કોર્સ બે વર્ષનો કરી
દેવાતા પહેલા વર્ષે કોલેજોને માત્ર ૫૦ વિદ્યાર્થીઓ જ ફાળવવાનું નક્કી
કરાયું છે. એનસીટીઇ દ્વારા બી.એડ.નો કોર્સ એક વર્ષના બદલે બે
વર્ષનો કરાયો છે. બે વર્ષનો કોર્સ કરતાં ગુજરાત યુનિવર્સિટીએ પહેલા વર્ષે
દરેક બી.એડ. કોલેજોને માત્ર ૫૦ વિદ્યાર્થીઓ ફાળવવાનું નક્કી કર્યું છે. જો
કે, આગામી દિવસોમાં આચાર્યની બેઠક બોલાવીને તેમાં નિર્ણય કરાશે. આજ રીતે
અત્યાર સુધી બી.એડ.માં પ્રવેશ માટે ૮૦:૨૦ એટલે કે ૮૦ જૂના વિદ્યાર્થીઓ અને
૨૦ નવા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાતો હતો. આ રેશિયાના કારણે કોલેજોને પુરતી
સંખ્યામાં વિદ્યાર્થીઓ મળતાં નહોતા. જેના લીધે આચાર્યની બેઠકમાં હવે આ
રેશિયો બદલીને ૫૦ : ૫૦ એટલે કે અડધા જૂના અને ચાલુ વર્ષે પાસ થયેલા
વિદ્યાર્થીઓને બી.એડ.માં પ્રવેશ આપવામાં આવશે. સામાન્ય રીતે દરેક બી.એડ.
કોલેજોને હાલમાં ૧૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. પરંતુ
કાઉન્સિલના નવા નિયમો પ્રમાણે હવે માત્ર ૫૦ વિદ્યાર્થીઓને જ પ્રવેશ
ફાળવવામાં આવશે. ઉલ્લેખનીય છે બી.એડ. કોલેજોમા ૧૦૦ વિદ્યાર્થીઓ પ્રમાણે
પ્રવેશ ફાળવવામાં આવતો હતો ત્યારે પણ અનેક બેઠકો ખાલી પડતી હતી. હવે નવા
નિયમો પ્રમાણે પણ અનેક બેઠકો ખાલી પડે તેવી સ્થિતિ છે. જો કે, આગામી
તા.૧૬મી જૂનથી બી.એડ.માં શૈક્ષણિક કાર્ય શરૂ થાય તેવી જાહેરાત કુલપતિ
દ્વારા કરાઈ છે. |