આજે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ

વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org અને www.gipl.net પરથી પોતાનું પરિણામ જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉપરાંત વિદ્યાર્થીઓ એસએમએસથી પરિણામ મેળવી શકે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓએ સામાન્ય પ્રવાહના પરિણામ માટે GJ12 બેઠક ક્રમાંક લખીને એસએમએસ ૫૮૮૮૮૧૧૧ પર કરવાનો રહેશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ દ્વારા પણ પોતાનું પરિણામ જાણી શકશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-12ના સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી અને ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહનું પરિણામ શનિવારે જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામમાં સૌથી ઓછું સામાન્ય પ્રવાહનું 54.91 % આવ્યું હતું. આ ઉપરાંત કોમર્સ એટલેકે વ્યવસાયલક્ષી પ્રવાહનું સૌથી વધુ 70.24% પરિણામ આવ્યું હતું. ઉચ્ચતર ઉત્તર બુનિયાદીનું પરિણામ 58.07% ટકા આવ્યું હતું. આમ ત્રણે પ્રવાહનું કુલ પરિણામ 54.98 % ટકા આવ્યું હતું.

રિઝલ્ટ્સ હાઇલાઇટ્સ

 • ધોરણ.12 સામાન્ય પ્રવાહનું કુલ પરિણામ 54.98%        
 • સામાન્ય પ્રવાહના ઉમેદવારોનું પરિણામ 54.91%        
 • વ્યવસાયલક્ષી પરવાના ઉમેદવારોનું પરિણામ 70.24%
 • ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહના ઉમેદવારોનું પરિણામ 58.07%
 • અંગ્રેજી માધ્યમનું 86.72 % પરિણામ
 • ગુજરાતી માધ્યમનું પરિણામ 53.09 %
 • ગયા વર્ષ કરતાં 12 ટકા ઓછું પરિણામ
 • 46.66 % વિધ્યાર્થી પાસ
 • અમદાવાદના એલિસબ્રીજ કેન્દ્રનું 100 ટકા પરિણામ
 • સુરતના નાનપરા કેન્દ્રનું 100 ટકા પરિણામ    
 • અમદાવાદ જિલ્લાનું 62.70 %
 • જામનગર જિ 68.26 %
 • અમદાવાદ શહેર 70.29 %
 • સૌથી વધુ પરિણામ 73.84% સુરતમાં
 • સૌથી ઓછું છોટાઉદેપુરનું 20.05 % પરિણામ
 • દાહોદના સાગટાળા કેન્દ્રનું સાગટાળા કેન્દ્રનું 11.89% પરિણામ
 • 129 શાળાઓનું 100 ટકા પરિણામ
 • 100% કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 141
 • A1 ગ્રેડ સાથે 256 ઉમેદવારો ઉત્તીર્ણ થયા        
 • A2 ગ્રેડ સાથે 6,614 ઉમેદવારો ઉત્તીર્ણ થયા        
 • વિદ્યાર્થીઓનું પરિણામ 46.66%
 • વિદ્યાર્થીનીઓનું 67.97% પરિણામ
 • 48.7 % પરિણામ વડોદરા જિલ્લામાં
 • રાજકોટ જિ 69.23 %
 • 61.84%  ગાંધીગર જિલ્લા
 • 66.30% જૂનાગઠ
 • મહેસાણામાં 52.85 % ટકા પરિણામ