JEE એડવાન્સના પેપરની પેટર્ન બદલી દેવાતા વિદ્યાર્થીઓને અઘરું લાગ્યું

શભરમાં આવેલી ૧૭ આઇઆઇટીની ૯૮૮૫ બેઠકો માટે આજે જેઇઇ-એડવાન્સની પરીક્ષા લેવાઈ હતી. જેમાં અંદાજે ૧ લાખ ૩૦ હજાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે આ વર્ષે પરીક્ષાની પેટર્નમાં મોટાપાયે ફેરફાર કરાયો હતો. સામાન્ય રીતે અત્યાર સુધી પેપર-૧ અને ૨ બન્નેમાં ૧૮૦ ના મળીને કુલ ૩૬૦ માર્કસના પ્રશ્નો પુછવામાં આવતાં હતા. આ વખતે પેપર ૫૦૪ માર્કસના કરી દેવામાં આવ્યા હતા. પેપર-૧માં ૨૬૪ અને પેપર-૨માં ૨૬૪ માર્કસના પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. માર્કિગ સિસ્ટમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. ખાસ કરીને પેપર-૨માં નેગેટિવ માર્કિગ વધારી દેવામાં આવતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આજ રીતે આજનું પેપર લાંબુ અને અઘરુ રહ્યું હતું. ખાસ કરીને ફિઝિક્સ અને મેથ્સના વિભાગોમાં લાંબી ગણતરી કરવી પડે તેમ હોવાથી વિદ્યાર્થીઓને વધારે સમય લાગ્યો હતો. સામાન્ય રીતે જેઇઇ-એડવાન્સ આપતાં વિદ્યાર્થીઓને અપેક્ષા હોય તેના કરતાં અલગ પ્રકારનું પ્રશ્નપત્ર પુછવામાં આવ્યું હોવાનું વિદ્યાર્થીઓ કહે છે.