JEEની OMR શીટની ઝેરોક્ષ વિદ્યાર્થીઓને આપવાનો નિર્ણય
|
આજથી જેઈઈ એડવાન્સ માટે અરજી કરી
શકાશે
અમદાવાદ: જેઈઈ મેઈનની પરીક્ષાના પરિણામ જાહેર થયા બાદ જે વિદ્યાર્થીઓ આઈઆઈટીમાં પ્રવેશ લેવા માંગતા હોય તેમના માટે જેઈઈ એડવાન્સની પરીક્ષા લેવામાં આવે છે. જેઈઈ એડવાન્સ માટે શનિવારથી રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ થશે અને ૭ મે સુધી ચાલશે. ત્યારબાદ ૧૧ મેથી લઈને ૧૪ મે સુધી વિદ્યાર્થીઓ પોતાના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેઈઈ એડવાન્સની પરીક્ષા ૨૪ મેના રોજ લેવાશે. જેમાં પ્રથમ પેપર સવારે ૯થી ૧૨ અને બીજુ પેપર ૨થી ૫ વાગ્યા સુધી લેવામાં આવશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ પરિણામને લગતી તૈયારી શરૂ કરાશે. જેમાં ૮ જૂનના રોજ આન્સર કી જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ દશ દિવસ પછી એટલે કે ૧૮ જૂનના રોજ જેઈઈ એડવાન્સનું પરિણામ જાહેર કરાશે. |
૮ જૂન બાદ અરજી કરનારા વિદ્યાર્થીને
ફોટો કોપી નહીં અપાય
|
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) બોર્ડ દ્વારા
તાજેતરમાં લેવામાં આવેલી જેઈઈ (મેઈન)ની પરીક્ષાની ઓએમઆર શીટ, આન્સર કી તથા કેલ્ક્યુલેશન
શીટની ઝેરોક્ષ કોપી વિદ્યાર્થીઓને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે
વિદ્યાર્થીઓએ બોર્ડ સમક્ષ અરજી કરી જરૂરી ફી ભરવાની રહેશે. ત્યારબાદ
બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને સ્પીડ પોસ્ટથી ઓએમઆર શીટ અને કેલક્યુલેશન શીટ
મોકલી આપવામાં આવશે. બોર્ડના આ નિર્ણયથી પારદર્શકતા વધશે તેમ સૂત્રોએ
જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર સીબીએસઈ બોર્ડ દ્વારા જેઈઈની પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા બાદ પરિણામો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. જોકે હવે આ પરીક્ષામાં બેસેલા વિદ્યાર્થીઓ પોતાની ઓએમઆર શીટ કે કેલક્યુલેશન શીટ જોવા માંગતા હોય તો તેમને તે આપવાનો નિર્ણય બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે. જોકે તેના માટે વિદ્યાર્થીઓ સૌપ્રથમ અરજી કરવાની રહેશે અને તેની સાથે જરૂરી ફી પણ ભરવી પડશે. જે વિદ્યાર્થીઓને ઓએમઆર શીટ તથા કેલક્યુલેશન શીટની ફોટો કોપી જોઈતી હશે તેણે ૮ જૂન પહેલા અરજી કરવાની રહેશે અને તેની સાથે રૂ. ૫૦૦ ફી પેટે પણ ભરવા પડશે. બોર્ડ દ્વારા માત્ર વિદ્યાર્થીઓને જ ઓએમઆર શીટ અને કેલક્યુલેશન શીટ આપવામાં આવશે. કોઈ પણ સ્કૂલ કે ઈન્સ્ટિટ્યૂટ આ ઓએમઆર શીટ લોકો જોઈ શકે તે રીતે મૂકી શકશે નહીં. ઉપરાંત વિદ્યાર્થી દ્વારા ભરવામાં આવેલા અરજી ફોર્મમાં કોઈ પણ વિગત અધૂરી હશે તો બોર્ડ દ્વારા તે વિદ્યાર્થીની અરજી રદ કરવામાં આવશે. બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને સ્પીડ પોસ્ટથી ફોટો કોપી મોકલી આપવામાં આવશે. ૮ જૂન બાદ અરજી કરનારા કોઈ પણ વિદ્યાર્થીને ફોટો કોપી મળી શકશે નહીં તેમ સૂત્રોએ જણાવ્યું હતું. |