ધો.૧૦ની પરીક્ષા શાળાકક્ષાએ લેવાનો વિવાદ

 ગાંધીનગર ખાતે સોમવારે મળનારી બોર્ડની સામાન્ય સભા તોફાની બને તેવા સંકેતો મળી રહ્યા છે. ધો. ૧૦ની પરીક્ષા શાળાકક્ષાએ લેવા મૂકવામાં આવેલા પ્રસ્તાવને કારોબારીની બેઠકમાં સીધેસીધો ઉડાવી દેવામાં આવતા બોર્ડના સભ્યોમાં રોષ વ્યાપી ગયો છે. જેને લઇ સોમવારે મળનારી સામાન્ય સભામાં વિવાદ થાય તેવી શક્યતાઓ છે. ઉપરાંત કારોબારીની સમિતિને બોર્ડના સભ્યો ૧૨ જેટલા વેધક પ્રશ્નો રજૂ કર્યા છે.

કારોબારીની બેઠક મળે તે પહેલાં બોર્ડના સભ્યો પાસેથી ચર્ચા માટે વિવિધ પ્રશ્નો મગાવવામાં આવે છે. જ્યાં બોર્ડના સિનિયર સભ્ય પ્રિયવદન કોરાટે ૨૦ દિવસ પહેલા સીબીએસઈની જેમ શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ની પરીક્ષા શાળા કક્ષાએથી લેવી જોઇએ. જેથી વિદ્યાર્થીઓ ટેન્શન મુક્ત બને અને અભ્યાસનું ભારણ હળવું થાય તે મુદ્દે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. શનિવારે મળેલી કારોબારીની બેઠકમાં અધિકારીઓએ મુદ્દાનો અસ્વીકાર કર્યો છે.૧૯૮૮ કારોબારીએ એવો ઠરાવ કર્યો છે કે, કોઇપણ બાબતો કારોબારીની બેઠક પછી આગળ વધારવી તે ઠરાવનો દુરૃપયોગ કરાયો છે. સભામાં કારોબારીમાં આ મુદ્દાનો કેમ અસ્વીકાર કરાયો તેની ઉગ્ર રજૂઆત કરાશે. બોર્ડના સભ્યો બોર્ડની કારોબારીની સમિતિને વેધક પ્રશ્નો રજૂ કરી સોમવારે મળનારી સામાન્ય સભામાં તેના જવાબો માગ્યા છે.http://www.sandesh

http://sanjsamachar.in