ડિગ્રી ફાર્મસી માટે 11મીથી પીનનંબર, બુકલેટનું વિતરણ ફાર્મસી પ્રેક્ટિસ રેગ્યુલેશનના નવા નિયમો જાહેર કરાયા ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ દ્વારા વર્ષ ૨૦૧૫ માટેના નવા નિયમો જાહેર કરાયા છે. જે પ્રમાણે કોઇપણ દવા લાયકાત ધરાવતાં ફાર્મસિસ્ટ વગર વેચી શકાશે નહીં. ફાર્મસીનું પ્રમાણપત્ર ભાડા પર આપવું સંપૂર્ણપણે ગેરકાયદે છે. જો કોઇ ફાર્મસિસ્ટે પોતાનું સર્ટિફિકેટ નોકરી ન કરતાં હોવા છતાં કોઇને ભાડે આપ્યું હશે તો તો સર્ટિફિકેટ રદ કરવા સુધીના પગલાં લેવાશે.ફાર્મસિસ્ટે કામના સમયે સફેદ એપ્રન અને નેમ પ્લેટ કે જેમાં નામ અને રજિસ્ટ્રેશન નંબર હોય તે લખવા પડશે. આ નિયમોનું પાલન ન કરનારા ફાર્મસિસ્ટ સામે પગલાં લેવાની તાકીદ કરાઈ છે

ધો.૧૨ સાયન્સ પછીના ડિગ્રી ફાર્મસીમાં પ્રવેશ માટે આગામી તા.૧૧મીથી પીનનંબર અને બુકલેટનું વિતરણ કરાશે.જે વિદ્યાર્થીઓએ અગાઉ ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય અને ફાર્મસીમાં પણ રજિસ્ટ્રેશન કરાવવા માંગતા હોય તેઓએ નવેસરથી પીનનંબર મેળવીને રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આગામી તા.૧૯મી સુધીમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે.

ત્રણ વર્ષ પહેલા ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસી માટે એક જ પીનનંબરથી કાર્યવાહી કરાતી હતી. પરંતુ બી ગ્રૂપના વિદ્યાર્થીઓને પણ ફાર્મસીમાં પ્રવેશ માટે લાયક ગણાતા હવે ફાર્મસી માટે અલગથી પીનનંબર વિતરણ કરવાનું શરૂ કરાયું છે. ફાર્મસીમાં પ્રવેશ માટે રાજયમાં ૫૩ જેટલા હેલ્પ સેન્ટરો ઊભા કરાયા છે. પીનનંબર તા.૧૧મીથી ૧૯મી સુધી અપાશે. પરંતુ રજિસ્ટ્રેશન તા.૨૦મી સુધી ચાલુ રખાશે. ધો.૧૨માં ફિઝિક્સ, કેમેસ્ટ્રી ફરજિયાત વિષય તરીકે અને બાયોલોજી, બાયો ટેકનોલોજી, મેથેમેટિક્સ, ટેકનિકલ વિષયો પૈકી કોઇપણ એક સાથે કુલ ગુણના ૪૫ ટકા અને અનામત વર્ગમાં ૪૦ ટકા થતાં હોય અને ચાલુ વર્ષે ગુજકેટ અથવા તો જેઇઇ મેઇન આપી હોય તેઓ પ્રવેશ માટે અરજી કરી શકશે. રાજયમાં ફાર્મસીની અંદાજે ૫ હજાર બેઠકો ઉપલબ્ધ છે. જે પૈકી આ વખતે જીટીયુ દ્વારા ૧૦ જેટલી કોલેજોને નો એડમિશન ઝોનમાં મુકાઈ છે. ત્રણ કોલેજો બંધ કરવા માટેની દરખાસ્ત કરી દીધી છે. આ સ્થિતિમાં ચાલુ વર્ષે ૪૫૦૦ જેટલી બેઠકો માટે પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે.