રાજ્યની ૨૩૮૯ શાળાઓ પર તવાઇ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.૧૦નું પરિણામ જાહેર કરી દેવાયું છે. ગયા વર્ષની સરખામણીમાં અંદાજે ૯ ટકા જેટલુ પરિણામ ઓછુ આવ્યુ છે. જેમાં રાજયની ૨૩૮૯ જેટલી શાળાઓ એવી છે કે જેનું પરિણામ ૩૦ ટકા કરતાં પણ ઓછુ આવ્યું છે. ગયા વર્ષે ૩૦ ટકાથી ઓછુ પરિણામ લાવનારી શાળાઓની સંખ્યા માત્ર ૬૭૯ હતી જે આ વખતે સીધી ચાર ગણી વધી ગઇ છે. અમદાવાદ શહેરમાં ૩૬ અને ગ્રામ્ય વિસ્તારમાં ૬૩ જેટલી શાળાઓ એવી છે કે જેનુ પરિણામ ૩૦ ટકાથી નીચે આવ્યું છે. આ શાળાઓ સામે હવે કાર્યવાહી કરવાનું નક્કી કરાયું છે.