કાલે ધો. ૧૦નું પરિણામ સવારે શિક્ષણ બોર્ડની વેબસાઇટ અને બાદમાં જિલ્લા મુખ્યમથક અને શાળાઓમાં માર્કશીટનું વિતરણ થશે : ૧૧ લાખ છાત્રોનું ભાવિ ઘડાશે

ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા. ૪ના ગુરૃવારે આવતીકાલે ધો. ૧૦નું પરિણામ જાહેર થનાર છે ત્યારે પરીણામ પૂર્વે રાજ્યના ૧૧ લાખ છાત્રો મીટ માંડી બેઠા છે.
   ગુજરાત રાજ્યમાં ૭૪ ઝોનમાં ૮૧૨ કેન્દ્રો ૨૮૯૬ બિલ્ડીંગો અને ૩૪૯૮૬ બ્લોકમાં ૧૧ લાખ છાત્રોએ પરીક્ષા આપી હતી.
   ધો. ૧૨ સામાન્ય પ્રવાહના પરીણામ કરતા પણ ધો. ૧૦નું પરિણામ નીચું રહેશે કે શું થશે ? તેની અટકળો ચાલી રહી છે.
   અત્રે ઉલ્લેખનીય છે કે, ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું ૫૪.૯૯ ટકા પરિણામ છેલ્લા ૮ વર્ષથી નીચું રહ્યું છે. જો ૧૮ ગુણનું ગ્રેસીંગ ન અપાયું હોત તો હજુ ૧ લાખથી વધુ વિદ્યાર્થીનું વર્ષ બગડત તેવી સ્થિતિ ઉભી થઇ હતી. ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરીક્ષણ ૩૭ ટકા આસપાસ રહેવાનું હતુ પરંતુ શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હીતમાં અભૂતપૂર્વ નિર્ણય લઇને પરીણામને ૫૪.૯૮ ટકાએ પહોંચાડયું હતું. સામાન્ય રીતે પાંચ ગુણનું ગ્રેસ આપવામાં આવે છે પરંતુ આ વર્ષે ૧૮ ગુણ માટે શિક્ષણ વિભાગ પાસે મંજુરી માંગવામાં આવી હતી.
   ગુજરાત રાજ્યની તમામ માન્ય માધ્યમિક શાળાઓ તથા સંસ્કૃત પ્રથમાના પ્રાધાનાચાર્યશ્રીઓને જણાવવામાં આવે છે કે, માર્ચ-૨૦૧૫માં લેવાયેલ ધોરણ ૧૦ની અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ, ગુણપત્રકો તથા એક અને બે વિષયોમાં સુધારણાને અવકાશ ધરાવતા વિદ્યાર્થીઓની યાદી તા. ૪ જુનને ગુરૃવારના સવારે ૧૧ થી ૧૬ કલાક દરમિયાન જિલ્લાના નિયત વિતરણ સ્થળો પર વિતરણ કરવામાં આવશે. શાળાના લેટરપેડ પર આચાર્યશ્રીના સહી સિક્કા સહિત ઓળખપત્ર રજુ કરી શાળાના પ્રતિનિધિએ પરિણામ મેળવી લેવાનું રહેશે. શાળાએ વિતરણના દિવસે જ પરિણામનું સાહિત્ય જે તે વિતરણ સ્થળેથી મેળવી લેવાનું રહેશે. શાળાના લેટરપેડ પર લખાયેલ મુખત્યારપત્ર સિવાય કોઇપણ સાહિત્ય મળી શકશે નહિ.
   વધુમાં દફતર ચકાસણી (નામ, અટક, સ્પેલીંગ, જન્મ તારીખ શાળાકીય આંતરિક મૂલ્યાંકન વિગેરેમાં સુધારો)ની અરજીઓ તા. ૧૫ જુન સુધી વડોદરા બોર્ડની કચેરી ખાતે રૃબરૃ અથવા પોસ્ટ દ્વારા સ્વીકારવામાં આવશે તેમજ ગુણ ચકાસણીની અરજીઓ (માર્ચ ૨૦૧૫માં બોર્ડ દ્વારા લેવાયેલ ૬ વિષયોના ગુણ બાબતે) ડીમાન્ડ ડ્રાફટ સાથે પરિણામ જાહેર થયાની તારીખથી તા. ૧૫ જુન સુધી જિલ્લાના નિયત થયેલ સ્થળોએ સ્વીકારવામાં આવશે. પોસટ દ્વારા કે રૃબરૃમાં બોર્ડની વડોદરા કચેરીમાં ગુણ ચકાસણીની અરજીઓ સ્વીકારવામાં આવશે નહી તેમ બોર્ડના ખાસ અધિકારીઓએ જણાવ્યું છે.http://www.akilanews.com