ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ પડશે ભારે વરસાદની ચેતવણીથી સાવચેતીના પગલાઃ ભારે વરસાદની ચેતવણીને લઇને પહેલાથી જ તંત્ર દ્વારા તમામ પગલા લેવામાં આવ્‍યા : વરસાદી માહોલ અકબંધ

ઉત્તર પશ્‍ચિમ મધ્‍યપ્રદેશ અને પૂર્વીય રાજસ્‍થાનમાં સર્જાયેલી સ્‍થિતિ અને અપરએર સાયક્‍લોનિક સરક્‍યુલેશનની સ્‍થિતિના પરિણામ સ્‍વરુપે ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ચેતવણી જારી કરવામાં આવ્‍યા બાદ સાવચેતીના પગલા લેવાઈ રહ્યા છે. ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવ્‍યા બાદથી ચારેબાજુ વરસાદ પડી રહ્યો છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ નોંધાયો છે. ગુજરાત પ્રદેશ, દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્‍ટ્રમાં ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે. મધ્‍યમથી ભારે વરસાદની આગાહી પણ આગામી પાંચ દિવસ માટે કરવામાં આવી છે. વરસાદનો આ દોર યથાવત રહે તેવી શક્‍યતા દેખાઈ રહી છે. રાજ્‍યભરમાં સાર્વત્રિક મેધમહેર જોવા મળી રહી છે. મધ્‍ય, પૂર્વ ગુજરાત, કચ્‍છ, સૌરાષ્‍ટ્ર દક્ષિણ ગુજરાતમાં સિઝનના વરસાદની વાત કરવામાં આવે તો સ્‍થિતિ સારી દેખાઈ રહી નથી.