પ્રા.શિક્ષકો કાયમી થઈ ગયા છતાં પેન્શન ફંડ કપાતું નથી


નોકરીનાં પાંચ વર્ષ પૂરાં થયાં હોવા છતાં છેલ્લા ત્રણ વર્ષથી ૬૫ જેટલા પ્રાથમિક શિક્ષકો પેન્શન યોજનામાં જોડાવવા માટે હવાતીયાં મારી રહ્યા છે. ર્વિધત પેન્શન ફંડ નંબર ખૂલ્યા પછી જ શિક્ષકોના પેન્શનની રકમ કપાય છે અને તેટલા નાણાં સરકાર તરફથી તેમના ખાતામાં જમા કરવામાં આવે છે. પેન્શન ફંડથી વંચિત રહેલા આ પ્રાથમિક શિક્ષકો ગાંધીનગર-મહેસાણાના આંટા મારી થાક્યા છે. કોઈને કોઈ ખામી કાઢી ભ્રષ્ટ તંત્ર તેમને ધકકા ખવડાવે છે. ત્રણ વર્ષની જહેમત બાદ પણ આ પ્રક્રિયાનો હજુ અંત આવ્યો નથી.
છેલ્લા ત્રણ વર્ષથી ર્વિધત પેન્શન યોજનામાં જોડાયેલા એકપણ શિક્ષકનો ફંડ કપાતું નથી કે તેમના ખાતામાં રાતી પાઈ પણ જમા થઈ નથી. આમ તો, પ્રાથમિક શિક્ષક પાંચ વર્ષનો ફરજકાળ પુરો કરે અને નિયમિત પગારધોરણમાં સમાવિષ્ટ થાય તે દિવસે જ સરકારે સામે પગલે પેન્શન ફંડ એકાઉન્ટ ખોલી આપવું પડે છે. પરંતુ, અહીં ઉલટી ગંગા જેવો ઘાટ ઘડાયો છે.
પ્રાથમિક શિક્ષણ વિભાગના આ કર્મચારીઓ ખાતું ખોલવા માટે ફોર્મ ભરે ત્યારે ફોર્મમાં ખામી બતાવી જે તે કર્ચારીઓમાં પરત ધકેલવામાં આવે છે. બીજી તરફ, પ્રાથમિક શિક્ષકોમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે, ગાંધીનગર કચેરીને રોકડી કરાવવામાં આવે તો ત્રણ જ દિવસમાં ર્વિધત પેન્શન ફંડના નંબર મળી જાય છે.
છેલ્લા ત્રણ વર્ષથી આ શિક્ષકોનાં પેન્શન ફંડ એકાઉન્ટમાં એક પણ પૈસો જમા ન થતાં તેમને થયેલા આર્િથક નુકશાનીની જવાબદારી સ્વીકારવા કોઈ તૈયાર નથી. પુરા પગારમાં સમાવિષ્ટ થયા પછી ત્રણ વર્ષ વીતી ગયા હોવા છતાં ર્વિધત પેન્શન ફંડથી વંચિત રહી ગયેલા શિક્ષકોમાં અસંતોષની લાગણી ફેલાઈ છે. પરંતુ, તેમની ફરિયાદ સાંભળવા કોઈ તૈયાર નથીhttp://www.sandesh.com