કેન્દ્ર સાતમાં પગારપંચની ભલામણો સ્વીકારી લેશે તો સરકારી કર્મચારીઓને બખ્ખાં!
ટૂંક સમયમાં સાતમા પગારપંચની ભલામણો અંતર્ગત સરકારી અધિકારીઓનાં પગારમાં તોતિંગ વધારો થશે, જો અંતિમ સમયે નિવૃત્ત લશ્કરી કર્મચારીઓ માટેની વન રેન્ક વન પેન્શન યોજના અવરોધ નહીં બને તો આગામી ત્રણ મહિનામાં સાતમું પગારપંચ સરકારને ભલામણો સોંપી શકે છે. જો સરકાર દ્વારા આ ભલામણોનો સ્વીકાર કરી લેવાશે તો સરકારી કર્મચારીઓને બખ્ખાં થઇ જવાની સંભાવના છે. દેશમાં છઠ્ઠા પગારપંચના અમલ બાદ સરકારી કર્મચારીઓના પગાર-ભથ્થાંમાં તોતિંગ વધારો જોવા મળ્યો હતો.
જોકે સરકારમાં પગારપંચનો સૌથી વધુ લાભ ટોચનાં સ્થાને બેસતા સનદી અધિકારીઓને જ મળે છે. ચોંકાવનારી બાબત એ છે કે ઉચ્ચ સ્તરની અમલદારશાહીમાં પણ અજાયબ એવી કાસ્ટ હાયરાર્કી છે, જેની ટોચ પર આઈએએસ અધિકારીઓ બિરાજે છે. બાકી તમામ સેવાઓના કર્મચારીઓ તેમને આધીન રહે છે. યોગ્યતા, અનુભવ, નિપુણતા અને ઇમાનદારી પણ આ કાસ્ટ સિસ્ટમને બદલી શકતા નથી.
સરકારમાં એવી સિસ્ટમ છે કે ફક્ત આઇએએસ અધિકારીઓ જ ટોચનાં સ્થાને પહોંચી શકે છે. ભારત સરકારના 57 સચિવોમાંથી ફક્ત બે જ નોનઆઇએએસ અધિકારી છે. જેમાં રાષ્ટ્રપતિના સચિવ અને પોસ્ટલ ડિપાર્ટમેન્ટના સેક્રેટરીનો સમાવેશ થાય છે. જોકે ટેક્નિકલ પદ પર વૈજ્ઞાનિકો અને કાયદાના નિષ્ણાતોને સ્થાન મળે છે પરંતુ તમામ નોનટેક્નિકલ પદ પર આઇએએસના ફણીધર કુંડળી મારીને બેસી ગયા છે. તેમને કારણે જ જે તે ક્ષેત્રના નિષ્ણાતો ટોચના હોદ્દા પર બિરાજી શકતા નથી.
આઈપીએસ, આઈએફએસ અને આઈઆઈએસની અવગણના
ગૃહસચિવનાં પદ માટે આઇપીએસ અને પર્યાવરણ સચિવનાં પદ માટે આઇએફએસ સૌથી વધુ યોગ્ય કહી શકાય. તેવી જ રીતે વાણિજ્ય અને મહેસૂલસચિવનાં પદ માટે આઇઆરએસ આદર્શ અધિકારી સાબિત થઇ શકે છે, પરંતુ આ તમામ હોદ્દા પર આઇએએસ અધિકારીઓએ વર્ચસ્વ જમાવી દીધું છે. આઇએએસ અધિકારીઓની જૂથબંધીએ આ સેવાઓના માર્ગમાં કાસ્ટ સિસ્ટમની દીવાલ ઊભી કરી છે. સંયુક્ત સચિવનાં પદ પર પહોંચવા માટે એક આઇપીએસ અધિકારીને આઇએએસ કરતાં બેથી ત્રણ વર્ષ વધુ રાહ જોવી પડે છે. કેટલાક કિસ્સાઓમાં તો આઇએએસ અને નોનઆઇએએસની પ્રગતિમાં ૧૦ વર્ષનો મોટો તફાવત સર્જાય છે.
http://www.sandesh.com