ટાઇપ ટૂ પ્રકારનાં ડાયાબિટીઝ હોય તો હળદરમાં રહેલું કર્ક્‍યુમિન નામનું કમ્‍પાઉન્‍ડ ઓમેગા-૩ ફેટી એસિડ્‍સ સાથે સંયોજિત કરીને અપાય તો એનાથી બ્‍લડશુગર કન્‍ટ્રોલ કરવામાં મદદ થાય છે. ઓસ્‍ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ ન્‍યુ કેસલના પ્રોફેસર મનોહર ગર્ગ ૮૦ વોલન્‍ટિયર્સ પર ક્‍લિનિકલ ટ્રાયલ કરી રહ્યા છે. આ રિસર્ચરોનું માનવું છેકે ફકર્યુમિન અને ઓમેગા-૩ ફેટી એસિડનું કોમ્‍બિનેશન લેવાથી ટાઇપ-ટૂ પ્રકારના ડાયાબિટીઝનો ઓનસેટ ડિલે થાય છે. એનાથી બ્‍લડશુગર વધવાનું પ્રિવેન્‍ટ કરી શકાય છે. અને જો વધી ગયું હોય તો સિસ્‍ટમમાં આવેલા સોજાને ઘટાડીને ઇન્‍સ્‍યુલિન હોર્મોનનોસ્ત્રાવ રેગ્‍યુલારાઇઝ કરવામાં પણ મદદ કરે છે.