ડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ બુધવારે વર્લ્ડ યૂથ સ્કિલ ડેના રોજ સ્કિલ ઇન્ડિયા મિશનને
લોન્ચ કર્યું હતું. મોદીએ 2022 સુધીમાં 50 કરોડ સ્કિલ્ડ લેબર અને કૌશલ્યવાન
યુવાનોને તૈયાર કરવાના લક્ષ્ય સાથે આ મિશનનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે
પીએમએ સ્કિલ ઇન્ડિયા મિશનનો લોગો અને અને પોલિસી ડોક્યુમેન્ટ પણ જાહેર
કર્યા હતા. તેમણે આ મિશન અંતર્ગત આઇટીઆઈમાં પ્રશિક્ષિત ઘણા યુવાનોને
નોકરીની ઓફર કરી અને તેમને સ્કિલ કાર્ડ પણ આપ્યા.
નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આયોજિત આ કાર્યક્રમમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, દુનિયામાં ભારતની સાખ વધી રહી છે અને એટલા માટે જ દુનિયામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બાદ વર્લ્ડ સ્કિલ ડે પણ ઉજવવામાં આવી રહ્યો છે. તેમણે આગળ જણાવ્યું કે, અમારી જંગ ગરીબી વિરુદ્ધ છે અને અમે આ જંગ જીતવા માગીએ છીએ માટે જ સ્કિલ ઇન્ડિયા મિશન લોન્ચ કરવામાં આવ્યું છે. પ્રત્યેક ગરીબ મારૌ સૈનિક છે. હું ગરીબોની ફોજ બનાવીશ અને તેમના બાહુબળથી દેશ ગરીબી સામેની જંગ જીતીને રહેશે.
પીએમ મોદીએ જણાવ્યું કે, દેશના ગરીબ પરિવારોને અમે સ્કિલ ઇન્ડિયા દ્વારા સક્ષમ બનાવીશું. દેશમાં યુવાનોને અવસર જોઇએ છે અને યુવાનોને રોજગારી પૂરી પાડવી એ દેશની પ્રાથમિક્તા છે. વર્તમાન નાણાકિય વર્ષમાં સ્કિલ ઇન્ડિયા મિશન માટે 5,040 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ અભિયાન અંતર્ગત શરૂ કરવામાં આવેલું આ મિશન આગામી વર્ષ સુધીમાં 24 લાખ યુવાનોને કૌશલ્ય પ્રશિક્ષણ આપશે અને આવા પ્રશિક્ષિત ઉમેદવારોને પ્રોત્સાહક રકમ પણ આપવામાં આવશે.