પંચમહાલની પ્રાથમિક શાળાના શિક્ષકોની વહીવટી બદલીઓ રદપંચમહાલ
જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ૧ જુલાઈ ૨૦૧૪ પછી શિક્ષકોની
કરેલી વહીવટી બદલીઓ રદ કરવાના નિયામકના હુકમના પગલે પંચમહાલ જિલ્લાના ૧૨
શિક્ષકોની બદલીઓ રદ થનાર છે. જેઓને નિયામક આદેશનું પાલન કરવા અંગે બે
દિવસમાં કામગીરી હાથ ધરવામાં આવશે એમ જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી
મહેશભાઈ પ્રજાપતિએ જણાવ્યુ હતું.
- જિલ્લાના ૧૨ શિક્ષકોની બદલી રદ : બે દિવસમાં કામગીરી હાથ ધરાશે
ગાંધીનગર ખાતે તાજેતરમાં મળેલી શિક્ષણ વિભાગની બેઠક ટાંણે જિલ્લા
પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં થતી વહીવટી બદલીઓ અંગેની ચર્ચા સાથે
ચિંતા વ્યકત કરવામાં આવી હતી. જેના અંતે પ્રાથમિક શિક્ષણ નિયામકે ૧ જુલાઈ
૨૦૧૪ પછી હાલની સ્થિતિ સુધી કરાયેલી વહીવટી બદલીઓ રદ કરી તે શિક્ષકોને પરત
તેઓની શાળાએે અથવા પે સેન્ટર વિસ્તારમાં સમાવિષ્ટ કરવાનો હુકમ કર્યો હતો.
તાત્કાલિક અસરથી કરાયેલા હુકમના પાલનમાં પંચમહાલ જિલ્લાના ૧૨ શિક્ષકોને અસર
વર્તાઈ છે. જેઓની વહીવટી બદલીઓ રદ કરવાની કામગીરી આગામી દિવસોમાં હાથ
ધરવામાં આવશે એમ સુત્રોએ જણા
તાલુકો કેટલા શિક્ષકો
ગોધરા ૨
કાલોલ ૧
હાલોલ ૨
મોરવા (હ) ૧
શહેરા ૩
ઘોઘંબા ૧
લુણાવાડા ૨
(મહીસાગર જિલ્લો)
વ્યું છે