ટેટ-2માં છબરડોઃ પ્રોવિઝનલ આન્સર કીમાં 23 ભૂલો બહાર આવી
|
ઉમેદવારો ભૂલો અંગે 7 ઓગસ્ટ સુધી રજૂઆત કરી શકશે
|
કયા પ્રશ્નોમાં ભૂલ હોવાનું જણાયું /
ભાષા : પ્રશ્ન નં. ૯૯, ૧૦૪, ૧૦૭, ૧૨૨, ૧૩૦, ૧૩૬, ૧૩૮, ૧૩૯, ૧૪૧, ૧૪૪, ૧૪૬, ૧૪૮ અને ૧૪૯ જનરલ : પ્રશ્ન નં. ૮, ૧૫, ૧૮, ૨૫, ૨૯, ૩૭, ૬૪, ૬૮, ૭૧ અને ૭૩ |
--
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તાજેતરમાં લેવામાં આવેલી ટેટ-૨ની પરીક્ષા બાદ
બોર્ડ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી. જોકે પ્રોવિઝનલ
આન્સર કીમાં અનેક જવાબમાં ભૂલો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ભાષા અને
જનરલ વિભાગના પેપરમાં મળીને કુલ ૨૩ ભૂલો ધ્યાને આવી હોઈ આ મુદ્દે રાજ્ય
પરીક્ષા બોર્ડનું ધ્યાન દોરવામાં આવશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પણ
પ્રોવિઝનલ આન્સર કીમાં ભૂલ જણાતી હોય તો ૭ ઓગસ્ટ સુધી આધાર પુરાવા સાથે
રજૂઆત કરવા માટે તાકીદ કરી છે. ત્યારબાદ કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવશે
નહીં. લોકો તરફથી મળેલી રજૂઆતની ચકાસણી કરી ત્યારબાદ ફાઈનલ આન્સર કી તૈયાર
કરી તેના આધારે પરિણામ જાહેર કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ૧૯ જુલાઈના રોજ ટેટ-૨ની પરીક્ષા લેવાનું નક્કી કરાયું હતું. પરંતુ ઈદનો તહેવાર ૧૯ જુલાઈએ આવી શકે તેમ હોઈ રજૂઆતના પગલે બોર્ડ દ્વારા ટેટ-૨ની પરીક્ષાની તારીખ બદલી ૨૬ જુલાઈના રોજ પરીક્ષા લેવાઈ હતી. ટેટ-૨ની પરીક્ષા ધોરણ-૬થી ૮માં શિક્ષક બનવા માટે લેવામાં આવતી હોય છે. ટેટ-૨ની પરીક્ષા પૂર્ણ થયા બાદ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી. પ્રોવિઝનલ આન્સર કીમાં કોઈ ભૂલ હોય તો તેના આધાર પુરાવા સાથે ૭ ઓગસ્ટ સુધી રજૂઆત કરવા માટે પણ ઉમેદવારોને તક અપાઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટેટ-૨ની રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રોવિઝનલ આન્સર કીમાં ૨૩ જેટલા પ્રશ્નોના જવાબોમાં ભૂલ હોવાનું જણાયું છે. જેમાં ભાષાના વિભાગમાં ૧૩ પ્રશ્નોમાં અને જનરલ વિભાગમાં ૧૦ પ્રશ્નોના જવાબો આન્સર કીમાં ખોટા લખાયા હોઈ ઉમેદવારોને અન્યાય થાય તેમ છે. જેથી આ મુદ્દે હવે રાજ્ય પરીક્ષા બોર્ડનું ધ્યાન દોરવાનું નક્કી કરવામાં આવ્યું છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ૭ ઓગસ્ટ સુધી આવનારી રજૂઆતો નિષ્ણાતો પાસે ચેક કરાવશે અને ત્યારબાદ જે પ્રશ્નોની પ્રોવિઝનલ આન્સર કીમાં ભૂલ જણાઈ આવશે તેમાં સુધારો કરાશે. પરીક્ષા બોર્ડ દ્વારા આ પ્રક્રિયાના અંતે ફાઈનલ આન્સર કી જાહેર કરાશે. આ ફાઈનલ આન્સર કીના આધારે જ ટેટ-૨નું પરિણામ તૈયાર કરવામાં આવનાર હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. ઉમેદવારો પાસેથી મળેલી રજૂઆતોની નિષ્ણાતો ચકાસણી કરશે |