પ્રતિભા શોધ, NMMS પરીક્ષા ૮ નવેમ્‍બરે લેવાશે તાલુકા સ્‍તરે પરીક્ષા લેવા માટેનું આયોજન : શિષ્‍યવૃત્તિનો લાભ લેવા ઈચ્‍છુક હોય તેવા વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે અરજી કરી શકશે : ઓનલાઈન આવેદન

નબળી ર્આથિક સ્‍થિતિ ધરાવત વિદ્યાર્થીઓને ઉચ્‍ચ અભ્‍યાસમાં મદદરૂપ થવાનાં ઉદેશ્‍ય સાથે લેવામાં આવતી રાષ્‍ટ્રીય પ્રતિભા શોધ  (એનટીએસઈ) અને નેશનલ મિન્‍સ  મેરિટ સ્‍કોલરશિપ (એનએમએમએસ) આગામી ૮ નવેમ્‍બરનાં રોજ લેવામાં આવશે. આ પરીક્ષાઓમાં ભાગ લેવા માટે ઓનલાઈન આવેદનપત્ર ભરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ આ શિષ્‍યવળત્તિનો લાભ લેવાં માંગતા હોય તે પરીક્ષા આપવા માટે અરજી કરી શકશે. પ્રાપ્ત થતી માહિતી મુજબ  રાજ્‍યમાં નબળી ર્આથિક સ્‍થિતી ધરાવતાં તેજસ્‍વી વિદ્યાર્થીઓનો માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળાઓમાં ડ્રોપ આઉટ  દર ધટે તથા વિદ્યાર્થી ધોરણ ૧૨ સુધી અભ્‍યાસ કરી શકે તે હેતુથી ધોરણ ૮માં અભ્‍યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે નેશનલ મિન્‍સ મેરિટ સ્‍કોલપશિપ (એનએમએમએસ)ની યોજના એનસીઈઆરટી, ન્‍યુ દિલ્‍હી દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે. તેની  પરીક્ષાનાં કાર્યક્રમનું જાહેરનામુ રાજય પરીક્ષા બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવ્‍યું છે. જે મુજબ પરીક્ષા માટે ૨૦ ઓગસ્‍ટથી ૧૫ સપ્‍ટેમ્‍બર સુધી ઓનલાઈન આવેદનપત્ર ભરી શકાશે અને શાળાઓમાં ભરાયેલા આવેદનપત્રો ૨૨ સપ્‍ટેમ્‍બર સુધીમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી કે શાસનાધિકારીની કચેરીએ જમા કરાવવાનાં રહેશે. જ્‍યારે પરીક્ષા ૮ નવેમ્‍બરના રોજ યોજાશે. જે વાલીઓની આવક ર્વાષિક રૂપિયા ૧.૫૦ લાખની અંદર છે તેમનાં સંતાનો ુપરીક્ષા આપી શકશે. પરીક્ષા પાસ કરી મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક રૂપિયા ૫૦૦ લેખે ર્વાષિક રૂપિયા ૬ હજાર શિષ્‍યવળત્તિ ચુકવવામાં આવશે. શિષ્‍યવળત્તિની રકમ ચાર વર્ષ સુધી મળવાપાત્ર છે. એનએમએમએસની પરીક્ષાની સાથે રાષ્‍ટ્રીય પ્રતિભા શોધ (એનટીએસઈ)ની પરીક્ષાનો કાર્યક્રમ રાખવામાં આવ્‍યો છે. જેમાં ધોરણ ૧૦માં અભ્‍યાસ કરતો વિદ્યાર્થી ભાગ લઈ શકશે. તેમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીને ધોરણ ૧૧ અને ૧૨માં માસિક રૂપિયા ૧૨૫૦નાં લેખે અને અન્‍ડર ગ્રેજ્‍યુએટ અને પોસ્‍ટ ગ્રેજ્‍યુએટના અભ્‍યાસક્રમ માટે માસિક રૂપિયા ૨૦૦૦નાં લેખે શિષ્‍યવળત્તિ આપવામાં આવશે. જ્‍યારે પીએચ.ડીના અભ્‍યાસક્રમ માટે યુજીસીના નિયમ મુજબ શિષ્‍યવૃત્તિ અપાશે.  http://www.akilanews.com