મહિલા
કર્મચારીઓને મળતી મેટરનિટી લીવ ૧૨ સપ્તાહથી વધારીને ૨૬ સપ્તાહની કરી
દેવાશે. શ્રમ મંત્રાલય આ માટે બિલમાં સુધારાને આખરી ઓપ આપી રહ્યું છે અને
ટૂંક સમયમાં તે મંત્રીઓના જૂથને પરામર્શ માટે મોકલી આપશે. સૂત્રએ કહ્યું હતું કે મંત્રીઓનું જૂથ તેની ભલામણો અને સૂચનો સાથે બિલ પરત કરશે ત્યાર પછી કાયદા મંત્રાલયને બિલ મોકલવામાં આવશે, જે આખરે કેબિનેટ સમક્ષ મંજૂરી માટે રજૂ કરાશે. હાલમાં નોકરી કરતી મહિલાને પ્રસૂતિ દરમિયાન ૧૨ સપ્તાહની રજા મળે છે, જે આ બિલ પસાર થયા બાદ ૨૬ સપ્તાહની થઈ જશે. અગાઉ શ્રમ મંત્રાલયે બિલમાં સુધારા માટેના મુસદ્દા અંગે ટ્રેડ યુનિયનો અને કંપનીઓના માલિકો સાથે ત્રિપક્ષીય મીટિંગ યોજી હતી. |