સરકારી
પ્રાથમિક શાળાઓમાં ભણતા બાળકોનું શૈક્ષણિક સ્તર સુધરે તે માટે સરકાર
દ્વારા છેલ્લાં પાંચ વર્ષથી ગુણોત્સવ યોજવામાં આવે છે. કરોડો રૃપિયાનો ખર્ચ
છતાં વિદ્યાર્થીઓની ગુણવત્તા સુધારી શકાઈ નથી. પરંતુ આ વખતે ૭ થી ૯
જાન્યુઆરી દરમિયાન યોજાનારા ગુણોત્સવમાં વિદ્યાર્થીઓ શાળાઓનું મૂલ્યાંકન
કેવી રીતે કરવું તેની ચોક્કસ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે.
ગુણોત્સવના આયોજન અંગે સોમવારે ગાંધીનગરમાં બેઠક મળી હતી. જેમાં IAS તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓનો ૩૫૦થી વધુ કાફલો હાજર હતો. શિક્ષણની ગુણવત્તા સુધારવા માટેનાં અભિયાન હેઠળ રાજ્યની ૯૦૦૦ શાળાઓમાં મુખ્યમંત્રી, મંત્રીઓ, વરિષ્ઠ સચિવો, પદાધિકારીઓ, કોલેજના પ્રોફેસરો, આચાર્યો મળી ૩૦૦૦થી વધુ લોકો શાળાઓની મુલાકાત લઈ માર્ગદર્શન આપશે.
અત્યાર સુધીનાં ગુણોત્સવમાં AIS, IPS સહિતનાં અધિકારીઓએ પોતાની રીતે મૂલ્યાંકન કર્યું હતું. પરંતુ હવે તેઓ પોતાની રીતે મૂલ્યાંકન કરી શકશે નહીં. વિદ્યાર્થીઓનાં વાચન-લેખનનું ગુણાંકન કેવી રીતે કરવું, તેની તાલીમ અપાઈ છે. IAS સહિતનાં ઉચ્ચ અધિકારીઓને ૧૦ મિનિટની વીડિયો ફિલ્મ બતાવાઈ હતી. જેમાં વિદ્યાર્થીને કઈ રીતે માર્કસ આપવા તે સમજાવાયું હતું.
આ વખતે એક મહત્ત્વનો નિર્ણય એ પણ લેવાયો હતો કે, ગુણોત્સવમાં દર વખતની જેમ આ વખતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં નહીં આવે. ઉપરાંત બાહ્ય મૂલ્યાંકન કરવા જતા તમામ અધિકારીઓને ૨૬થી ૨૭ મુદ્દાવાળું એક તૈયાર પત્રક અપાશે. જેમાં ગામ-શહેરની નાની-મોટી સમસ્યાઓ જણાવવાની રહેશે. ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય પીવાના પાણીની તેમજ શૌચાલયોની વ્યવસ્થા કેવી છે, વિવિધ સરકારી યોજનાઓનો અમલ કઈ રીતે અને કેટલો થાય છે તે લોકો પાસેથી માહિતી લઈને લખવાનું રહેશે. જેનો રીપોર્ટ સચિવને આપવાનો રહેશે. તેમજ આવા ફોર્મને આધારે જે કોઈ સમસ્યાઓ જણાઈ આવે તેનો એક મહિનામાં ઉકેલ લાવવાનો રહેશે.
સોમવારે યોજાયેલી બેઠકની જાણ વીડિયો કોન્ફરન્સથી તમામ જિલ્લાઓને કરાઈ હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે અપીલ કરી હતી કે જે શાળાઓ A અને B ગ્રેડમાં આવે છે તેના શિક્ષકો-આચાર્યો C-D ગ્રેડની શાળાના શિક્ષકો-આચાર્યો સાથે અનુભવોનું આદાન-પ્રદાન કરીને શિક્ષણની ગુણવત્તા સુધારવામાં મદદ કરે.