નવીદિલ્‍હી,તા. ૧૦,રિટાયર્ડમેન્‍ટ ફંડ બોડી (ઇપીએફઆ) દ્વારા પ્રોવિડંડ ફંડ (પીએફ) યોગદાન જમા કરવા કંપનીઓને આપવામાં આવેલા પાંચ દિવસના ગ્રેસ પિરિયડને દૂર કરવાનો નિર્ણય કર્યો છે. અગાઉ એમ્‍પ્‍લોઇઝ દ્વારા દર મહિનાના અંતે ૧૫ દિવસની અંદર વહીવટી ચાર્જ અને પીએફ યોગદાન આપવાની જરૂર હતી. આમા પાંચ દિવસના ગ્રેસ પિરિયડની બાબત પણ સામેલ હતી. જાણકાર નિષ્‍ણાતોનું કહેવું છે કે, ઇપીએફઓ દ્વારા એમ્‍પ્‍લોઇયર્સ દ્વારા પીએફ યોગદાન માટે પાંચ દિવસના ગ્રેસ પિરિયડને દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્‍યા બાદ આની સીધી અસર જોવા મળી શકે છે. કર્મચારીઓના પગારની ગણતરી જુદી જુદી રીતે કરવામાં આવે છે. સરકારની ત્રણ સ્‍કીમ એમ્‍પ્‍લોઇઝ પ્રોવિડંડ ફંડ સ્‍કીમ, એમ્‍પ્‍લોઇપેન્‍શન સ્‍કીમ અને એમ્‍પ્‍લોઇઝ ડિપોઝિટ લિંક ઇન્‍સ્‍યોરન્‍સ સ્‍કીમનો સમાવેશ થાય છે. આની ગણતરી લોકો દ્વારા કરવામાં આવે છે જેથી બેંકમાં મુકવામાં આવતી રકમને ગણતરીના પરિણામ સ્‍વરુપે વધારે સમયની જરૂર પડે છે. ઇપીએફઓ દ્વારા એક પરિપત્ર જારી કરીને જણાવવામાં આવ્‍યું છે કે, ફેબ્રુઆરી ૨૦૧૬થી ગ્રેસ પિરિયડને દૂર કરવાનો નિર્ણય કરાયો છે. વર્તમાન મહિના માટે યોગદાન ફેબ્રુઆરી મહિનામાં જમા કરાવી શકાશે. આ હિલચાલ પાછળના કારણ અંગે વાત કરતા ઇપીએફઓનું કહેવું છે કે, વર્તમાન સમયમાં કંપનીઓ દ્વારા કોમ્‍પ્‍યુટર મારફતે પગાર અને અન્‍ય ગણતરીઓ કરવામાં આવે છે. વાસ્‍તવિક આધાર પર મોટાભાગે ઇલેક્‍ટ્રોનિકલી રીતે પૈસાની ગણતરી થવા લાગી છે. આવી જ રીતે ઇલેક્‍ટ્રોનિક ચાલણ કમ રિટર્નના આધાર પર ગણતરી થાય છે.
   ઇન્‍ટરનેટ બેંકિંગ મારફતે નાણાં જમા કરવામાં આવે છે. આનાથી પીએફની ગણતરી કરવામાં જે સમય લાગે છે તે પણ ધટી ગયો છે. આજ કારણસર પાંચ દિવસના ગ્રેસ પરિયડના ગાળાને દૂર કરવાનો નિર્ણય કરાયો છે.
 (07:43 pm IST)