કરોડોને રાહત : પીએફ વ્‍યાજ દર વધારીને ૮.૮ ટકા કરાયો
૮.૭૫ ટકાથી વધારીને વ્‍યાજદર ૮.૮ ટકા થતાં પાંચ કરોડને ફાયદો : અતિમહત્‍વપૂર્ણ બેઠકમાં નિર્ણય લેવાયો : ઇપીએફઓ દ્વારા વ્‍યાપક વિચારણા ટ્રેડ યુનિયનોની ૮.૯૦ ટકા વ્‍યાજદર કરવાની માંગણી સરકારે ફગાવી દીધી
   નવી દિલ્‍હી,તા. ૧૬ : રિટાયર્ડમેન્‍ટ ફંડ બોડી ઇપીએફઓએ પીએફ થાપણ પર વ્‍યાજદર વધારીને ૮.૮ ટકા કરવાની આજે જાહેરાત કરી હતી. જે અગાઉના બે નાણાંકીય વર્ષમાં આપવામાં આવેલા ૮.૭૫ ટકાના વ્‍યાજદરની સરખામણીમાં વધારે છે. આનાથી પાંચ કરોડથી વધુ લોકોને સીધો ફાયદો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. એમ્‍પ્‍લોઇઝ પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ની ફાઈનાન્‍સ ઓડિટ એન્‍ડ ઇન્‍વેસ્‍ટેમેન્‍ટ કમિટિએ હાલમાં જ વર્તમાન નાણાંકીય વર્ષ માટે પીએફ થાપણ ઉપર ૮.૯૫ ટકા વ્‍યાજદરની ભલામણ કરી હતી. ઇપીએફઓ ફોર્મલ સેક્‍ટર વર્કરોના મૂડીરોકાણ પર મેળવવામાં આવતી આવક ઉપર વ્‍યાજદરની ચુકવણી કરે છે. કેન્‍દ્ર સરકાર પાસેથી કોઇ સહાયતા મેળવવામાં આવતી નથી. ૮.૮ ટકા વ્‍યાજદર આપવાના નિર્ણયથી મોટી રાહત થઇ છે. ૮.૯૦ ટકા વ્‍યાજદર કરવાની માંગ કરવામાં આવી હતી. શ્રમ પ્રધાન બંદારુ દત્તાત્રેયે આજે કહ્યું હતું કે, આ વધારો વચગાળાનો છે. તેમણે એવો સંકેત આપ્‍યો હતો કે, મોડેથી આમા વધુ સુધારો થઇ શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, હાલમાં વૈશ્વિક મંદી પ્રવર્તી રહી છે. ભારતમાં વ્‍યાજદર પણ ધટાડવામાં આવી રહ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્‍ડિયા અને અન્‍ય કેન્‍દ્ર સરકારની સંસ્‍થાઓ દ્વારા માર્કેટ પ્રવાહ ઉપર નજર રાખવામાં આવી રહી છે. ઇપીએફઓની સીબીટીની ૨૧૧મી બેઠકનું નેતળત્‍વ કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, અમે છેલ્લે ૮.૭૫ ટકા વ્‍યાજ આપી રહ્યા હતા. આ વખતે પરિસ્‍થિતિને ધ્‍યાનમાં લઇને વર્કરો માટે ૮.૮ ટકા વ્‍યાજદરની જાહેરાત કરી રહ્યા છીએ. ટ્રેડ યુનિયનો દ્વારા માંગ કરાઈ હતી કે વ્‍યાજદર ૮.૯૦ ટકા હોવો જોઇએ પરંતુ સરકારે ૮.૮૦ ટકા વ્‍યાજદર નક્કી કર્યો છે. પ્રધાને કહ્યું હતુ ંકે, કેન્‍દ્ર સરકારની અન્‍ય જવાબદારીઓ પણ રહેલી છે. એક વખત વ્‍યાજ વધારી દીધા બાદ પીછેહઠ કરવાની પદ્ધતિ અપનાવવામાં આવશે. વર્કરોના હિતોને ધ્‍યાનમાં લેવામાં આવ્‍યા છે. ટ્રેડ યુનિયનો દ્વારા જંગી માંગ થઇ રહી હતી. ૮.૮ ટકાના કેસમાં ૬૭૩ રૂપિયાનો વધારાનો ખર્ચ થશે. લાંબા સમયથી આ પ્રકારની માંગણી થઇ રહી હતી