અમદાવાદ,તા. ૨૦,ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા પ્રક્રિયા માટે ફંડને લઇને વારંવાર વાત કરવામાં આવી છે. ફંડ નથી તેવી વાત કરવામાં આવે છે પરંતુ વાસ્‍તવિકતા કંઇક જુદી દેખાઈ રહી છે. બોર્ડ પાસે સીસીટીવી અને ટેબ્‍લેટ માટે પૈસા છે પરંતુ પરીક્ષા પેપરોની ચકાસણી કરી રહેલા અને મૂલ્‍યાંકન કરી રહેલા લોકો માટે પૈસા દેખાઈ રહ્યા નથી. જાણકાર લોકોનું કહેવું છે કે, સીસીટીવી અને ટ્‍બ્‍લેટ ગોઠવવાની સાથે જ બોર્ડે ફ્‌લાઇંગ ટુકડીઓની સંખ્‍યાને ધટાડીને ૧.૫ કરોડ રૂપિયા બચાવી લીધા છે. ફ્‌લાઇગ ટુકડીઓની સંખ્‍યા હવે ખુબ ઓછી થઇ ગઇ છે. અગાઉ બોર્ડ દ્વારા ૪૦૦ જેટલી ફ્‌લાઇંગ ટુકડીઓનો ઉપયોગ પરીક્ષા દરમિયાન કરવામાં આવતો હતો પરંતુ હવે આ સંખ્‍યા ધટાડીને ૭૫ કરી દેવામાં આવી છે. જો કે, બોર્ડ ઉત્તરવહીઓની ચકાસણી કરી રહેલા શિક્ષકોને ચુકવવામાં આવતા પૈસામાં વધારો કરવા માટે ઉત્‍સુક નથી. બોર્ડ દ્વારા નવા રેટ પોતે જાહેર કરવામાં આવ્‍યા છે પરંતુ દુવિધાભરી સ્‍થિતિ રહેલી છે. જુના રેટ મુજબ જ શિક્ષકોને પૈસા ચુકવવામાં આવી રહ્યા છે. એક અગ્રણી અંગ્રેજી અખબારમાં આ અંગેના અહેવાલ પ્રકાશિત કરાયા બાદ નવું વાસ્‍તવિક ચિત્ર સપાટી ઉપર આવ્‍યું છે. શિક્ષકોનું કહેવું છે કે, વારંવાર પૈસા વધારવાની રજૂઆત કરવામાં આવી ચુકી છે. ઉત્તરવહીઓની ચકાસણી માટે જે નાણા મળે છે તેમાં વધારો કરવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ બોર્ડે આની તૈયારી દર્શાવી નથી. જ્‍યારે ઉત્તરવહીઓની ચકાસણી માટે શિક્ષકોને પૈસા આપવાની વાત આવે છે ત્‍યારે બોર્ડ પાસે ફંડ નથી તેવી વાત કરવામાં આવે છે પરંતુ જ્‍યારે તેમના અધિકારીઓ માટે ખર્ચની વાત આવે છે ત્‍યારે બોર્ડ દ્વારા નાણાં ખર્ચ કરવામાં કોઇ ખચકાચ અનુભવ કરવામાં આવતી નથી. આંકડાઓ દર્શાવે છે કે, ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ માને છે કે, ઉત્તરવહીઓના મૂલ્‍યાંકન પર ખર્ચ કરવાના બદલે અન્‍ય હેતુ માટે એકત્રિત કરવામાં આવેલી ફીનો ઉપયોગ કરવામાં આવે. જ્‍યારે સીબીએસઈ અન્‍ય હેતુ માટે ૨-૩ જેટલી પરીક્ષા ફી રાખે છે જ્‍યારે ઉત્તરવહીઓની ચકાસણી પર એક તળતિયાંશ નાણા ખર્ચ કરવામાં આવે છે. ગુજરાત બોર્ડ દ્વારા ઉદાસીનતા દર્શાવવામાં આવે છે. બોર્ડે છેલ્લે ઓગસ્‍ટ ૨૦૧૪માં પરીક્ષા ફીમાં વધારો કર્યો હતો. ત્‍યારબાદથી પરીક્ષા ફીમાં કોઇ વધારો કરાયો નથી. બોર્ડ પરીક્ષા ફીમાં ર્વાષિક ૧૦ ટકા સુધીનો વધારો કરી શકે છે અને આના માટે સરકારની કોઇ પરવાનગીની જરૂર રહેતી નથી. જો કે, બોર્ડના અધિકારીઓ માને છે કે, વધતા જતા ખર્ચને ધ્‍યાનમાં લઇને ધણી બધી બાબતો મુશ્‍કેલરુપ બનેલી છે. ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષા ફી પૈકી ૪૮.૩૪ કરોડની રકમ ફેગી કરાઈ હતી. ધોરણ ૧૦ અને ૧૨ પરીક્ષા માટેラ૧૭.૩૫ લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા. બોર્ડ દ્વારા ઉત્તરવહીઓની ચકાસણી માટે માત્ર  ૭.૬૭ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્‍યા છે.

   બોર્ડનું ઉદાસીન વલણ......

            અમદાવાદ, તા. ૨૦

   *      ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા ફી તરીકે ૪૮.૩૪ કરોડની વસુલાત કરાઈ છે

   *      ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષામાં ઉપસ્‍થિત રહેલા ૧૭.૩૫ લાખ વિદ્યાર્થીઓ પાસેથી જંગી ફી લેવાઈ

   *      બોર્ડ દ્વારા ૪૮.૩૪ કરોડની પરીક્ષા ફી પૈકી બોર્ડ દ્વારા ઉત્તરવહીની ચકાસણી માટે ૭.૬૭ કરોડનો ખર્ચ કરાયો

   *      ઉત્તરવહીઓની ચકાસણી કરતા શિક્ષકોના પેમેન્‍ટમાં વધારો કરવાને લઇને ભારે ઉદાસીનતા

   *      ગુજરાત બોર્ડ દ્વારા જાતે જ નવા રેટ મંજુર કરાયા હોવા છતાં ઉત્તરવહીઓની ચકાસણી કરતા શિક્ષકોને જુના રેટ મુજબ નાણા ચુકવાય છે

   *      સીબીએસઈની સરખામણીમાં ગુજરાત બોર્ડ શિક્ષકોને ઓછા નાણા આપે છે

   *      ગુજરાત બોર્ડે ફ્‌લાઇંગ ટુકડીઓ ધટાડીને જંગી નાણાં બચાવ્‍યા છે  http://www.akilanews.com/20032016/gujarat-news/1458482236-43925