સરકારી શાળામાં સ્માર્ટ બોર્ડથી અભ્યાસ કરાવાશે

સુરતની ૧૫ સરકારી શાળામાં સ્માર્ટ બોર્ડથી અભ્યાસ કરાવાશે

- વર્ચ્યુઅલ કલાસરૃમનો પાયલોટ પ્રોજેક્ટ

- શિક્ષકોને તાલીમ અપાશે : નવા સત્રથી ચોક, ડસ્ટરને બદલે કોમ્પ્યુટરથી ભણાવાશે

(પ્રતિનિધિ દ્વારા)     સુરત, શનિવાર
સુરત જિલ્લા આવેલી સરકારી ગ્રાન્ટેડ શાળાઓ પણ હાઇટેક બનશે. કેન્દ્ર સરકારે પસંદ કરેલી પંદર જેટલી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સ્માર્ટ બોર્ડથી અભ્યાસ કરાવાશે.
કેન્દ્ર સરકારે આજના આધુનિક યુગમાં સરકારી ગ્રાન્ટેડ શાળાઓ પણ હાઇટેક બને અને વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરાઇઝ જમાનાનો લાભ લે તે માટે વસુલ કલાસરૃમ પ્રોજેક્ટ શરૃ કર્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટમાં સુરત જિલ્લાની ૧૫ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાની પસંદગી કરાઇ છે. આ શાળામાં કોમ્પ્યુટરાઇઝ સાધનો, પસંદગી કરાઇ છે. આ શાળામાં કોમ્પ્યુટરાઇઝ સાધનો, સોફટવેરોની સાથે સ્માર્ટ બોર્ડ પર મુકાશે.

આ શાળાના શિક્ષકોને ખાસ તાલીમ અપાશે. અને ત્યારબાદ જુન મહિનાથી નવા શૈક્ષણિક સત્રથી સ્માર્ટ બોર્ડ મુકાઇ જશે. જેના કારણે આ શાળાના શિક્ષકો ચોક દસ્તર મૂકી કોમ્પ્યુટરાઇઝ સ્માર્ટ બોર્ડથી ભણાવશે. હાલ આ પાયલોટ પ્રોજેક્ટ છે. બાદમાં તબક્કાવાર અન્ય શાળાઓમાં અમલ કરાશે.