ડિપ્લોમા ઈજનેરીમાં ૭ જૂનથી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા - આ વર્ષે ૬૯,૫૩૫ બેઠકો - ACPDC દ્વારા EBCના અમલ સાથેના નવા પ્રવેશ નિયમો જાહેર નવી કોલેજ અને કોલેજ દીઠ બેઠકો વધવા સાથે ૫૦૦ જેટલી બેઠકો વધી:જો કે હજુ બ્રાંચદીઠ બેઠકો ઘટશે:૪ ઓગસ્ટથી કોલેજો શરૃ

અમદાવાદ,સોમવાર
ધો.૧૦ પછી ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટે  સરકારની એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લમા કોર્સીસ (એસીપીડીસી) દ્વારા ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરી દેવાઈ છે.જે મુજબ આગામી ૭મી જુનથી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૃ થનાર  છે.આ વર્ષે હાલના તબક્કે સમગ્ર રાજ્યમાં ૧૩૬ કોલેજોની ૬૯,૫૩૫ બેઠકો છે.
આવતીકાલે ૧૦નું પરિણામ જાહેર થનાર છે ત્યારે ધો.૧૦ પછી ધો.૧૧ સાયન્સ કે કોમર્સમાં પ્રવેશ ન લેવો હોય તો વિદ્યાર્થીઓ માટે ડિપ્લોમા ઈજનેરીનો પણ એક વિકલ્પ હોય છે.છેલ્લા ઘણા વર્ષોથી  ધો.૧૦ પછીના ડિપ્લમા ઈજનેરીના કોર્સમાં  પ્રવેશ માટે સરકારની પ્રવેશ સમિતિએ એવી એસીપીડીસી દ્વારા ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામા આવે છે. દર વર્ષે નિયમોમાં કેટલાક ફેરફાર કરવામા આવે છે ત્યારે આ વર્ષે ઈબીસીના અમલ સાથે વિગતવાર નિયમો જાહેર કરી દેવાયા છે.આ વર્ષે રાજ્યમાં ડિપ્લોમા ઈજનેરી ૧૩૫ કોલેજોની બંને શીફ્ટની ૬૯,૫૩૫ બેઠકો છે.ગત વર્ષ કરતા ૫૦૦ જેટલી વધી છે.જો કે હજુ પણ કેટલીક કોલેજોએ બેઠક ઘટાડા અને પ્રવેશ બંધ માટે મંજૂરી માંગી હોઈ તે મળી જતા બેઠકો ઘટે એવી શક્યતા છે. એસીપીડીસી દ્વારા પ્રવેશ પ્રક્રિયાના વિગતવાર કાર્યક્રમ પણ જાહેર કરી દેવાયો છે.જે મુજબ ૭મી જુનથી બુકલેટ અને પિન વિતરણ શરૃ કરાશે. આ વર્ષે પણ બે જ ઓનલાઈન રાઉન્ડ કરાશે અને ત્યારબાદ ખાલી બેઠકો કોલેજ સ્તરે ભરાશે.


ડિપ્લોમા ઈજનેરીનો પ્રવેશ કાર્યક્રમ
બુકલેટ-પિન વિતરણ
૭થી ૧૭ જૂન
ઓનલાઈન રજિસ્ટ્રેશન
૭થી૧૮ જૂન
પ્રોવિઝનલ મેરિટ
૨૩ જૂન
મોકરાઉન્ડ-ચોઈસ ફિલિંગ
૨૪જૂનથી ૨૮ જૂન
મોકારાઉન્ડનું પરિણામ
૩૦ જૂન
ફાઈનલ ચોઈસ ફિલિંગ
૨ જુલાઈથી ૫ જુલાઈ
બેઠક ફાળવણી-રાઉન્ડ ૧
૭ જુલાઈ
બેંક ફી ડિપોઝીટ - રીપોર્ટિંગ
૭ જુલાથી ૧૨ જુલાઈ
નોન રીપોર્ટિંગની જાણ કરાશે
૧૧ જુલાઈ
ઓનલાઈન પ્રવેશ રદ્દ મુદ્દત
૮થી૧૨ જુલાઈ
રાઉન્ડ ૧ પછી ખાલી બેઠકો
૧૪ જુલાઈ
બીજા રાઉન્ડની પ્રક્રિયા
૧૪ થી ૨૬ જુલાઈ
કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૃ
૪ ઓગસ્ટ
રાજ્યમાં ડિપ્લોમા ઈજનેરીની બેઠકો
કોલેજનો પ્રકાર
 કોલેજો
બેઠકો
સરકારી
૩૦
૨૦૫૬૫
ગ્રાન્ટેડ
૦૫
૧૨૦૦
ખાનગી
૧૦૧
૪૭૭૭૦
કુલ
૧૩૬
૬૯,૫૩૫