NEET ના વટહુકમને રાષ્ટ્રપતિની મંજૂરી ચીનની યાત્રાએ જતા પૂર્વે રાષ્ટ્રપતિએ કર્યો હસ્તાક્ષરઃ NEET નો અમલ ૧ વર્ષ મોકૂફઃ હજારો વિદ્યાર્થીઓને રાહતઃ ગુજરાતના વિદ્યાર્થીઓને ગુજકેટના આધારે મળશે પ્રવેશ

દેશભરમાં કોમન મેડીકલ ટેસ્ટ (નીટ) પરનાં વટહુકમને રાષ્ટ્રપતિ એ મંજુરી આપી દીધી છે.હવે રાજયોના બોર્ડને એક વર્ષ સુધી નીટ માંથી છુટકારો મળી ગયો છે.મંજુરી બાદ તે એક વર્ષ માટે ટળી ગયો છે.રાષ્ટ્રપતિએ વટહુકમ પર આંતરિક કાનુન વિશેષજ્ઞો પાસે થી મંતવ્ય લીધા બાદ તેને મંજુરી આપી.
    ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી મંડળે શુક્રવારે વટહુકમને મંજુરી આપી હતી.તેનો ઉદ્દેશ સુપ્રીમ કોર્ટના એક આદેશને આંશિક રૂપે બદલવાનો છે.જેમાં કહેવામાં આવ્યું છે કે બધીજ સરકારી કોલેજ,ડીમ્ડ વિશ્વવિદ્યાલય અને પ્રાઈવેટ મેડીકલ કોલેજ નીટના દાયરામાં આવે છે.પરીક્ષાનું હવે નો ભાગ ૨૪ જુલાઈ નાં રોજ થશે.સ્વાસ્થ્ય મંત્રાલયનાં સુત્રોના જણાવ્યા મુજબ,સાત રાજયો નીટની મુજબ પરીક્ષા લેશે જયારે અન્ય ૬ રાજયોમાં અંદાજે ચાર લાખ વિદ્યાર્થી પરીક્ષા અગાઉ જ આપી ચુકયા છે.
   આ પરીક્ષા પ્રાઈવેટ કોલેજો અને કેન્દ્ર સરકાર માટે આવેદન કરી રહેલા પરીક્ષાર્થીઓ માટે હશે.રાજયોએ હાલમાં સ્વાસ્થ્ય મંત્રીઓનાં સમ્મેલનમાં વિદ્યાર્થીઓની ભાષા અને પાઠ્યપુસ્તક અંગેની સમસ્યાઓ ઉઠાવી હતી.તેઓએ કહ્યું હતું કે, રાજય બોર્ડ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે તાત્કાલિક (જુલાઈમાં) પરીક્ષા આપવીએ મુશ્કેલભર્યું છે