ધો.8 પ્રાથમિકમાં જવાથી ફાજલ શિક્ષકોના રિકોલ માટે આદેશ
આદેશ કરાયો છે. જેથી આવા શિક્ષકોને જે તે જિલ્લાની સંબંધિત વિષયની ખાલી જગ્યા પર સમાવવા અંગે ૬ મે સુધીમાં કેમ્પ રાખી કાર્યવાહી પૂર્ણ કરવા આદેશ કરાયો છે.
રાજ્યમાં ધોરણ-૮ને પ્રાથમિકમાં સમાવવામાં આવતા ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલોના ઘણા શિક્ષકો ફાજલ પડ્યા હતા. જેથી આવા શિક્ષકોને સરકારી માધ્યમિક સ્કૂલો તથા અપર પ્રાયમરી વિભાગમાં સમાવી લેવાયા હતા. જોકે હવે જ્યારે શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક વિભાગમાં ભરતી હાથ ધરવામાં આવી છે ત્યારે ધોરણ-૮ પ્રાથમિકમાં જવાના લીધે ફાજલ થયેલા શિક્ષકોને રિકોલ કરવા માટે આદેશ અપાયો છે. જેથી આ શિક્ષકો ફરી પોતાના જિલ્લાની સ્કૂલોમાં પરત આવશે.

રાજ્યમાં આવેલી બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલોમાંથી ધોરણ-૮ને પ્રાથમિકમાં લઈ જવાના કારણે તથા શિક્ષણ વિભાગની જોગવાઈના લીધે વર્ગદીઠ વિદ્યાર્થીઓની સંખ્યામાં સુધારો થતાં ફાજલ થયેલા શિક્ષકોને બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ, સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગ તેમજ અપર પ્રાયમરી સ્કૂલોમાં સમાવવાની કાર્યવાહી શિક્ષણ વિભાગ દ્વારા કરાઈ હતી.