સરકારી વિભાગોમાં 5000થી વધુની ચૂકવણી ઈ-પેમેન્ટથી


સરકારી વિભાગોમાં 5000થી વધુની ચૂકવણી ઈ-પેમેન્ટથી

સરકાર કેશલેસ ઈકોનોમી તરફ વધુ એક ડગલું આગળ વધી છે. નાણા મંત્રાલયે તમામ સરકારી વિભાગોને ૫૦૦૦ રૂપિયાથી વધુની રકમની તમામ ચૂકવણી ઈ-પેમેન્ટથી જ કરવા અને રોકડમાં ન કરવાનો આદેશ કર્યો છે. મંત્રાલયે સોમવારે જાહેર કરેલા આદેશમાં તમામ વિભાગોને તાત્કાલિક અસરથી આ આદેશ અનુસરવા કહ્યું છે. સરકારી વિભાગોના સપ્લાયર, કોન્ટ્રાક્ટર, ગ્રાન્ટ મેળવનારા અને લોન મેળવનારા ઈન્સ્ટિટ્યૂશન્સ, વગેરેને ૫૦૦૦ રૂપિયાથી વધુની રકમની ઈ-પેમન્ટથી જ ચૂકવણી કરવાની રહેશે. જાહેર ક્ષેત્રની કંપનીઓ અને ખાનગી બેન્કોને ડેબિટ કાર્ડ મારફતે થતી તમામ ચૂકવણી પર ટ્રાન્ઝેક્શન ચાર્જ ન લેવાનું કહ્યું છે, જ્યારે માર્ગ પરિવહન મંત્રાલયે વાહન ઉત્પાદકોને તમામ નવી કારની ખરીદી માટે ડિજિટલ પેમેન્ટ પૂરું પાડવા કહ્યું છે