દેશની તમામ સરકારી અને ખાનગી સ્કૂલના શિક્ષકો માટે બી.એડ.(બેચલર ઓફ એજયુકેશન)ની ડિગ્રી મેળવી લેવી જરૂરી બનશે.

દેશની તમામ સરકારી અને ખાનગી સ્કૂલના શિક્ષકો માટે બી.એડ.(બેચલર ઓફ એજયુકેશન)ની ડિગ્રી મેળવી લેવી જરૂરી બનશે. આ માટે તેમને ૩૧ માર્ચ, ૨૦૧૯ સુધીનો સમય આપતું બિલ શુક્રવારે લોકસભામાં પસાર થઈ ગયું છે.
જેમની પાસે આ ડિગ્રી નહીં હોય તેમની નોકરી જશે. માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે શુક્રવારે લોકસભામાં આ અંગેનું બિલ રજૂ કરતા કહ્યું હતું કે હાલમાં ખાનગી સ્કૂલોમાં લગભગ ૫.૫ લાખ અને સરકારી સ્કૂલોમાં અઢી લાખ શિક્ષકો જરૂરી લઘુતમ લાયકાત ધરાવતા નથી અને તેમને આ લાયકાત મતલબ કે બી.એડ.ની ડિગ્રી મેળવવાની એક તક આપવામાં આવી છે. જાવડેકરે કહ્યું કે ઔપચારીક લાયકાત ન ધરાવતા શિક્ષકો વિઘાર્થીઓને ભણાવે તે ઘણું નુકસાનકારક છે અને આવા સંજોગોમાં માર્ચ-૨૦૧૯ સુધીમાં આ શિક્ષકોએ ડિગ્રી મેળવી લેવી પડશે.
લોકસભામાં આ બિલ પર ચર્ચા થઈ હતી, જેમાં દેશની સરકારી અને ખાનગી સ્કૂલના લગભગ આઠ લાખ શિક્ષકોને બી.એડ.ની ડિગ્રી મેળવવા માટે છેલ્લી તક આપવામાં આવે તેવો સૂર વ્યકત થયો હતો. આથી સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે ૩૧ માર્ચ, ૨૦૧૯ સુધીમાં જે શાળાના શિક્ષકો પાસે ડિગ્રી નહીં હોય તેમની નોકરી જશે.

ઘોરણ – ૧૨ વિજ્ઞાન પ્રવાહ ભાષાઓના પ્રશ્નપત્ર પરિરૂપ બાબત