ઉ.મા. ગ્રાન્ટેડ શાળાઓમાં ૫૫ શિક્ષક સહાયકોને ભલામણ પત્ર અપાયા .....મોટાભાગની શાળાઓમાં શિક્ષકો હાજર થયા બે શાળામાં કાર્યભાર બાબતે અસ્વિકાર

ભાવનગરની ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિદ વિષયના ૭૩ શિક્ષક સહયકોની સ્થળ પસંદગી પુર્ણ થયા બાદ ૧૮ ઉમેદવારોના સુધારાને બાદ કરતા ૫૫ ઉમેદવારોને ભલામણ પત્ર મંજુરી આવતા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આપી દેવામાં આવ્યા છે અને આજે મોટાભાગના શિક્ષકો હાજર પણ થઇ ગયા હતા.
આ અંગે મળતી વિગતો મુજબ જિલ્લાની ઉચ્ચતર માધ્યમિકની ગ્રાન્ટેડ શાળાઓમાં લાંબા સમયથી માંગણી મુજબ વિવિધ વિષયના શિક્ષકોની જગ્યાઓ ખાલી હતી. જેની પુર્નતાના પ્રારંભ સાથે થોડા સમય પૂર્વે જ મેરીટ મુજબ સ્થળ પસંદગી કેમ્પ યોજાયા બાદ વડી કચેરીના આદેશથી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ભલામણ પત્રો આપવામાં આવ્યા છે.
કુલ મેરીટ મુજબ વિભાગ દ્વારા ૭૩ ઉમેદવારોની પસંદગી કરાઇ હતી. જેમાના ૧૦ ઉમેદવારો અધર યુનિ. વાળા હોય તેમજ ૮ ઉમેદવારોને કેટેગરી ભુલ હોય સુધારા માટે મોકલાયા બાદ બાકી વધેલા ૫૫ ઉમેદવારોમાં વિષયવાર જોઇએ તો નામુ અને વાણીજ્યના ૨૮, આકડાશાસ્ત્રના ૬, ભુગોળના ૨, તત્વજ્ઞાાનના-૧, જીવવિજ્ઞાાનના ૧, સંસ્કૃતના ૨, ગુજરાતીના ૪, મનોવિજ્ઞાાનના ૪, અર્થશાસ્ત્રના ૫, સમાજશાસ્ત્રના ૩ અને અંગ્રેજીના ૧૦ ઉમેદવારોને ઉપરી મંજુરી બાદ સ્થાનિક શિક્ષણાધિકારી દ્વારા ભલામણ પત્રો ગઇકાલે આપી દેવાયા હતા. અને હવે જે તે ટ્રસ્ટ મંડળ ઓર્ડરો આપસે જેના પગલે આજે મોટાભાગના ઉમેદવારો હાજર થયા હતા. જ્યારે શહેરની બે સ્કુલમાં ઉમેદવારો હાજર થવા જતા શાળાએ સ્વિકારવાની ના ભણી દીધી હતી અને કાર્યભારનું કારણ ધર્યું હતું. જે તમામ પ્રક્રિયા પુર્ણ થયા પછીના આ પગલા ચર્ચામાં રહ્યા હતા.